વાંકલ યુવક મંડળ દ્વારા ક્રાંતિકારી બિરસા મુંડાને પુષ્પમાળા પહેરાવી ઘોરીયા રમવાની શરુઆત કરી.

તારીખ : 13/11/2023 ના દિને ધરમપુર ખાતે વાંકલ ગામના દોણી ફળીયા નવયુવક ધોરીયા મંડળ અને સામાજિક અગ્રણી વિજયભાઈ અટારા દ્વારા ક્રાંતિકારી બિરસામુંડાને પુષ્પમાળા પહેરવી ઘોરીયા રમવાની શરુઆત કરવામાં આવી.

ત્યાર બાદ મોટીઢોલડુંગરી ખાતે ઘોરીયા રમી અને ત્યાર બાદ આજુબાજુના અનેક વિસ્તારમાં ફરીને આદિવાસી સમાજની પેઢીઓથી ચાલતો આવેલ વારસો જાળવી રાખ્યો છે અને ઘોરીયા રમતા વડીલો દ્વારા જણાવવામાં આવ્યું કે વાઘબારસ ના દિવસે બરામદેવની ઘોર બાંધીને શરૂઆત કરવામાં આવે છે, જેમાં કવેયા એકથી બે ગવડાવે અને બાકીના ઘોરીયા નાચનાર વધાવતા હોય છે જેમાં ઘોર વધાવવી,મરણની ઘોર,નાના છોકરાં ઘોરીએ ચડાવવા જેવી અનેક જાતની ઘોરીયા રમવામાં આવતા હોય છે

જેમાં ખાસ આભાર દોણી ફળીયા ના રાકેશ પટેલ,ધર્મેશ પટેલ અને એમના સાથી મિત્રો વડીલો યુવાનો નો કે જેમને સમાજ પરંપરા જાળવી રાખેલ છે, અને  આ સાથે તમામને દિવાળી, નવા વર્ષ,અને 15 મી નવેમ્બર ધરતી આબા, ક્રાંતિસૂર્ય, ક્રાંતિકારી બિરસામુંડાની જન્મજયંતિની તાલુકા પંચાયત ધરમપુરનાં સદસ્ય  કલ્પેશ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવા આવી હતી.