"આદિવાસી સંસ્કૃતિ"

આદિવાસી સંસ્કૃતિ શુ છે?? કોને આપણે આદિવાસી સંસ્કૃતિ કહીએ છીએ. સંસ્કૃતિ ની વ્યાખ્યા અને સમજણ જટિલ છે. ઘણા "નાસમજ" લોકો એવું સમજે છે કે "સંસ્કૃતિ એટલે ખાલી ધાર્મિક આસ્થા કે ધાર્મિક વિધિ જ છે", પણ ખરેખર એવું નથી. 

આદિવાસી સંસ્કૃતિ માં ધાર્મિક આસ્થા, વિધિઓ, ભાષા - બોલીઓ, માન્યતાઓ, સામાજિક માળખું, પહેરવેશ(વસ્ત્રો) અને આભૂષણો, ખેતી પદ્ધતિઓ, જીવન નિર્વાહ પદ્ધતિઓ, આદિવાસી શિકાર પદ્ધતિઓ અને હથિયારો, ખોરાક અને વાનગીઓ, લગ્ન અને મરણ વખત ની વિધિઓ, આદિવાસી લોકગીતો, આદિવાસી સંગીત, આદિવાસી વાજિંત્રો, નાચણું (આદિવાસી નૃત્ય)... વગેરે વગેરે અનેક બાબતો નો સમાવેશ થઈ જાય છે. આ બધી જ સાંસ્કૃતિક બાબતો થી આપણે ચિત-પરિચિત છીએ. આટલા મોટા આદિવાસી સમુદાય માં અનેક જાતિઓ અને પેટા જાતિઓ છે. જાતિઓ અને પેટા જાતિઓ મુજબ અને વિસ્તાર વિસ્તાર મુજબ આદિવાસી સંસ્કૃતિ અને રીતિ રિવાજો ભિન્ન છે. એટલે આદિવાસી સંસ્કૃત મા પણ અનેક વિવિધતાઓ છે. 

આદિવાસી સમુદાય શિક્ષિત બન્યા પછી ગામડાઓ મા પણ આપણા આદિવાસી સમુદાય ની જીવન પદ્ધતિ માં ચોક્કસ પણે બદલાવ આવ્યો છે. આદિવાસીઓ ની બધી જ સાંસ્કૃતિક બાબતો મા બદલાવ આવ્યો છે. ધાર્મિક આસ્થાઓ, વસ્ત્રો, અને આખે આખી જીવન શૈલી (life style) જ બદલાય ગઈ છે અને ઝડપથી બદલાઈ રહી છે. હિંદુ સંસ્કૃતિ ની સાથે સાથે પશ્ચિમી સંસ્કૃતિ ની પણ ઘણી બધી બાબતો આદિવાસી સમુદાયે અપનાવી લીધી છે અને હજુ અપનાવી રહ્યો છે. આદિવાસી બોલીઓ મા પણ ગુજરાતી અને અંગ્રેજી શબ્દો નું મિશ્રણ થઈ રહ્યું છે.

બધા ને ખબર છે કે અહી ફેસબુક માં ચર્ચા કરતાં આપણે સૌ લોકો કોઈ પણ મુળ આદિવાસી જીવન હવે જીવતા નથી અને બધાની જ જીવન પધ્ધતિ હમણાં બદલાઈ ગઇ છે.

માટે હવે સવાલ થાય છે કે આધુનિક યુગ ના આવા સંજોગો માં આદિવાસી સંસ્કૃતિ નું જતન કઈ રીતે થશે.

હવે અમુક ધર્માંધ હિંદુ આદિવાસીઓ એવો દાવો કરે છે કે આદિવાસીઓ જો હિંદુ ધર્મ પાળે તો જ આદિવાસી રીતિ રિવાજો નું જતન થશે અને આવો દાવો કરતા લોકો પોતે જ આદિવાસી વિધિ ના બદલે હિંદુ બામણ વિધિ જ કરાવે છે અને આદિવાસી ભગત ના બદલે બ્રાહ્મણ પંડિત ને વધારે મહત્વ આપે છે, જે પણ આદિવાસી સંસ્કૃતિ મુજબ નું નથી. તો આમા પણ આદિવાસી સંસ્કૃતિ નું જતન ક્યાં થયું?

ઘણા શિક્ષિત હિંદુ આદિવાસીઓ (હવે તો અમુક અભણ આદિવાસીઓ) પણ આદિવાસી રીત રિવાજો મુજબ જીવતા નથી. ઘણા ને આદિવાસી ભાષા કે બોલી બોલતા પણ આવડતું નથી, પોતાની જાતિના આદિવાસી દેવી દેવતા નામ પણ ખબર નથી, ક્યારેય દેવ પૂજવા ગયા નથી, બાળકો અંગ્રેજી શાળા માં ભણી ને અંગ્રેજી કવિતાઓ ગાઈ છે, ભીલી,વસાવી, ગામીત, ચૌધરી, ઢોડિયા ગીતો આવડતા નથી. આદિવાસી વિધિ થી લગન કરતા નથી, આદિવાસી દેવી દેવતા ના તહેવારો ઉજવાતા નથી.. તો કોઈ આવા "હિંદુ આદિવાસીઓ" નો વિરોધ કેમ નથી કરતા જો ખરેખર આદિવાસી સંસ્કૃતિ જોડે પ્રેમ હોય તો.

હિંદુ હોવા છતાં પણ અમુક આદિવાસીઓ જો આદિવાસી સંસ્કૃતિ જાળવી ના શકતા હોય તો ધર્મ નું મહત્વ કયા રહ્યું સંસ્કૃતિ ની જાળવણી માં??? 

"જે આદિવાસીઓ આદિવાસી સંસ્કૃતિ મુજબ ના જીવતા હોય તે ચાહે હિંદુ હોય કે ખ્રિસ્તી હોય બધા સરખા જ કેહવાય" (હિંદુ કે ખ્રિસ્તી કે બીજા કોઈ પણ ધર્મ મા જડ બનો એટલે મુળ આદિવાસી સંસ્કૃતિ/વિધી થી વિચલન/તફાવત (deviation) આવી જ જાય).

માટે કોઈ એક ચોક્કસ ધર્મ પાળવાથી જ આદિવાસી સંસ્કૃતિ અને રીતિ રિવાજો નું જતન/રક્ષણ થશે તે માન્યતા ભુલ ભરેલી છે. એટલે પોતાની ધાર્મિક આસ્થા કોઈ પણ હોય પણ ધર્મ ના ઝગડા બાજુ પર મૂકી ને જેમ બને એટલું વધુ આદિવાસી સંસ્કૃતિ નું જતન કરવાનો પ્રયત્ન કરીએ અથવા મુળ આદિવાસી પ્રાકૃતિક ધર્મ જ પાળવા નો આગ્રહ રાખીએ એટલે ધર્મ નાં ઝગડા થશે જ નહિ અને સમાજ સંગઠિત બનશે.

શિક્ષિત બનો. વિકસિત બનો..સંગઠિત બનો..

જય આદિવાસી! જય જોહાર ! જય ભારત

સૌજન્ય : ફેસબુક પોસ્ટ