નાનાં પોંઢા : ભગવાન બીરસા મુંડાનું સ્ટેચ્યુ નાનાપોંઢા સર્કલ ઉપર મૂકવા અંગે આદિવાસી સમાજની મીટીંગનું આયોજન કરાયું.
નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત નાનાપોંઢાના ચાર રસ્તા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા અંગે આજ રોજ નાનાપોંઢા ગ્રામપંચાયત હોલ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કપરાડા તાલુકાનાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ ગાંવિત, નાનાપોંઢા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ ધરમપુર તાલુકાના આદિવાસી એકતા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં કમલેશભાઈ પટેલ કપરાડા તાલુકાના આદિવાસી એક્તા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં ડૉ દિનેશભાઇ ખાંડવી, ગમનભાઈ ગાંવિત, મનાલા ગામ ના સરપંચ શ્રી જયેન્દ્રભાઈ ગાંવિત , નાનાપોંઢા ગામના તેમજ કપરાડા તાલુકાના જુદા જુદા ગામના સરપંચશ્રીઓ તેમજ તમામ આદિવાસી સમાજ ના મિત્રો આજ ની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌ પ્રથમ રમેશભાઈ ગાંવિત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જેમાં નાનાપોંઢા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા સર્કલ નામાભિધાન સાથે સ્ટેચ્યુ મૂકવા સબંધી વાતો કરવામાં આવી સાથે સાથે સૌ કપરાડા તાલુકા ના નવયુવાનો ને રાજકીય પક્ષા પક્ષી ભૂલી માત્ર નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામ ધૂમથી મનાવવા હાકલ કરી હતી.
કપરાડા તાલુકાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા આયોજિત આ મિટિંગમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી એ પણ એમના પ્રાંગિક પ્રવચનમાં ખૂબજ વિનમ્ર ભાવે કપરાડા તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓને રાજકીય પક્ષ ભાજપ,કોંગ્રેસ ,આમઆદમી જેવા ભેદો ભૂલી સમાજ ને આદિવાસી સમાજ સંસ્કૃતિ બચાવવા આગળ આવવા હાકલ કરી હતી તેમજ આ બિરસા ભગવાન ની મૂર્તિ કોઈ એક માણસના યોગદાનથી નહિ પણ સમગ્ર કપરાડા તાલુકાના આદિવાસી સમાજ ના ભાઈઓ બહેનો યોગદાન આપે અને આ સમાજ ના કાર્યક્રમ માં ભાગ લેવા અપીલ કરી હતી. તેમજ આદિવાસી સંસ્કૃતિ બચાવવાની કોશિશ સાથે સાથે આદિવાસી બોલી ભાષા પણ જાળવવા અપીલ કરી હતી.
ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી કાર્યકર એવા કમલેશભાઈ પટેલ દ્વારા પણ પાયામાં રહી જે કામ કરવામાં આવ્યુ જેની ફલશ્રુતિ રૂપે આજે વટવૃક્ષ રૂપે આ જનઆંદોલન સ્વરૂપે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવા માટે યુનો દ્વારા નક્કી કરવામાં આવ્યું જેના થકી આજે આપણ સૌ આજે આપણે આ ઉત્સવ મનાવી રહ્યા છે. જેની ભૂમિકામાં આદિવાસી નવ યુવાનોની વિશેષ જવાબદારી સાથે વિશેષ ભાગીદારી જરૂરી છે તે અંગે વિશેષ જાગૃતિ લાવવા પ્રયાસ કરવા સાથે આવનારી પેઢી ને આદિવાસી જીવન જીવવાની પ્રણાલી કેવી સુંદર છે તે અંગે વિશેષ વાત કરી.
આદિવાસી એકતા પરિષદનાં નાં સંનિષ્ઠ કાર્યકર એવા ડૉ દિનેશભાઇ ખાંડવી એ ભગવાન બિરસા મુંડા ના જીવન વિશે જણાવતાં કહ્યું હતું કે ભગવાન બીરસા મુંડા નો જન્મ પ્રકૃતિ નાં કોઈ અગમ્ય અલોકિક સંકેત સાથે ૧૫મી નવેમ્બર ૧૮૭૫ માં ઝારખંડ રાજ્યમાં રાંચી નજીક આવેલા ઉલિહાતું ગામ ખુંટીમાં પિતાશ્રી સુગના મુંડા અને માતા કરમી હાતું ને ત્યાં થયો હતો એમનો જન્મ આદિવાસી હિત માટે તેમણે કરેલાં સંઘર્ષ ની ખૂબજ સુંદર અને અસરકારક અને ધારદાર શૈલી માં પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આદિવાસી સમાજના ગૌરવવંતી ઈતિહાસ ની વાતો આદિવાસી ક્રાંતિવીર એવાં તંત્યા મામાં, બાબુરાવ શેરડમાર્કે, જેવા નું યોગદાન તેમજ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસ માં આદિવાસી સમાજ નું યોગદાન, સંસ્કૃતિ બચાવવા આદિવાસી સમાજ માં જન્મ લેવો પડે એવું નસીબ કોઈ અન્ય સમાજ નાં વ્યક્તી ને નથી મળતું જેવી ખૂબજ હૃદય સ્પર્શી વાતો વણી લઈ પ્રવચન આપ્યું હતું.
મનાલા નાં સરપંચશ્રી જયેન્દ્રભાઇ ગાંવિત એ પણ નવયુવાનો એ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી નિમિતે જે નાનાપોંઢામાં ભગવાન બીરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા અંગે નાં વિચારો રજૂ થયા તે અંગે ખુશી અને આનંદ દર્શાવ્યો હતો.અને આ સંગઠ્ઠન નાં કાર્યમાં સૌ સહકાર આપશે તેની શુભેચ્છા પાઠવી હતી.
અંતમાં ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નું આયોજન સુથારપાડા ખાતે પણ એક વર્ષ અગાઉ થી કરવામાં આવ્યું છે. જેને પણ ખૂબ આનંદ ઉત્સાહ સાથે વધાવી લઈ સમાજ ના લોકો ની પડખે રહી એક સાથે આવનારી પેઢીને સમજવામાં અને સમજાવવામાં બંને પોગ્રામો સફળ બને એવા વિનમ્ર પ્રયાસ સાથે બંને પોગ્રામો આદિવાસી સમાજ ના છે એવા ભાવ સાથે સાથ સહકાર આપવા સૌ આદિવાસી સમાજના મિત્રો ને નમ્ર અપીલ સાથે મીટીંગ નું સમાપન કરવામાં આવ્યું..
0 Comments